તમારા ઘરે આવતા દૂધમાં   હોય છે ભેળસેળ

ભારતમાં દૂધનું જેટલું ઉત્પાદન થાય છે તેના કરતા વપરાશ વધુ છે

આનો સીધો અર્થ છે કે તમારા ઘરે શુદ્ધ દૂધ આવતું નથી

દૂધની માંગને પૂર્ણ કરવા માટે કેટલાક પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે

આજે અમે તમને જણાવીશું દૂધમાં ભેળસેળ છે કે નહીં તે જાણવાની ટ્રીક

કોઈપણ પોલિશ્ડ સપાટી પર દૂધના 2-3 ટીપાં નાખો. જો તે અટકી જાય અથવા સફેદ નિશાન છોડીને ધીમે ધીમે વહેતું હોય તો તે શુદ્ધ દૂધ છે

આ દૂધમાંથી ખોયા બનાવો. જો ખોયા પથ્થર જેટલો કડક બને, તો તેનો અર્થ એ કે દૂધ કૃત્રિમ છે

ભેળસેળમાં સૌથી વધારે પ્રયોગ યુરિયાનો થાય છે, કારણ કે તે સ્વાદમાં ફેરફાર કરતું નથી અને તેને ઓળખવું મુશ્કેલ છે

દૂધમાં યુરિયા શોધવા માટે લિટમસ પેપરનો ઉપયોગ કરવો જોઈએ

આ માટે અડધી ટેબલ સ્પૂન દૂધ અને સોયાબીન પાવડર એકસાથે મિક્સ કરો અને બરાબર હલાવો

લિટમસ પેપરને થોડી સેકન્ડ માટે ડુબાડો અને જો રંગ લાલથી વાદળી થઈ જાય તો તેનો અર્થ દૂધમાં યુરિયા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો