Viral Jokes

આ વાયરલ જોક્સ વાંચીને તમે હસી હસીને લોટપોટ થઇ જશો

(એક ફ્રેન્ડ બીજી ફ્રેન્ડને..)
ફ્રેન્ડ : અલી,…તારો મોબાઈલ કાલે ચાર્જ નહોતો તો કેવી રીતે દિવસ વિતાવ્યો…
બીજી ફ્રેન્ડ : કંઈ નહીં આખો દિવસ પતિ સાથે વાત કરીને વિતાવ્યો.. ખૂબ સારા સ્વભાવનો માણસ છે… 😜😂

જ્યારથી આ Phone pay અને Google Pay આવ્યું છે…
ત્યારથી રોડ પર પડેલા રૂપિયા મળવાના બંધ થઈ ગયા છે….
🤣😂

(રાત્રે પરદાદાનો કોલ આવ્યો)
કહી રહ્યા હતા… “જેટલા પાપ કરવા હોય એટલા કરી લો.. નરકમાં ક્યાંય જગ્યા જ નથી…
અમે પોતે જ દિવાલો પર ચડીને બેઠા છીએ….”
😜

આ જગતમાં આપણાથી ત્રણ કામ બહુ સારા થઈ ગયા……
વોટ્સએપ આવ્યા પહેલા ભણી લીધું…
મેગી આવ્યા પહેલા મોટા થઈ ગયા…..
મોબાઈલ આવ્યા પહેલાં પરણી ગયા…
😂🤣😂

(રઘુ એ કાગડાને બીડી પીવડાવી.,..)
મનુ : કેમ અલ્યા,,,એને બીડી પીવડાવે છે…??!!
રઘુ (ગળગળો થઈને) : દાદાને બીડી બોવ વ્હાલી હતી…!😜

BFએ રાત્રે GFને મેસેજ કર્યો ‘ગુડ નાઈટ હની’
સામેથી એની મમ્મીએ જવાબ આપ્યો ‘હની સુઈ ગઈ છે, હું મધમાખી છું..!!!’
😜😂

કાગડા હવે ખીરથી કંટાળી ગયા છે
મિટિંગ ભરી…..
પીઝા બર્ગર માટે કરી માંગણી
😂🤣😂

ડોક્ટર : ઓપરેશન પછી તમે ચાલીને ઘરે જઈ શકો છો..
દર્દી : લો સાવ આવું..!! રિક્ષાના’ય નહીં વધવા દો..??
😜

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો