મિત્રો ઉડાવતા હતાં મજાક 48 કિલો વજન ઘટાડી, બન્યો સબ-ઇન્સ્પેક્ટર

126 કિલોથી 72 કિલોની જર્ની કેવી રીતે પૂર્ણ કરી શુભમ ઘોષે

સબ ઇન્સ્પેક્ટર શુભમ ઘોષની અંડમાન નિકોબારમાં પોસ્ટિંગ છે, તેની ઉંમર 31 વર્ષ છે

બે વર્ષમાં તેણે 48 કિલો વજન ઉતાર્યું છે, એક સમયે તેનું વજન 126 કિલો હતું

સલમાન ખાનની ફિલ્મ 'વોન્ટેડ' જોઇ તેને ઇન્સ્પેક્ટર બનવાનું નક્કી કર્યું 

ફિલ્મ જોયાનાં બીજા દિવસથી જ સવારે 5 વાગ્યે ઉઠવાનું શરૂ કરી દીધુ

શુભમ ઘોષ કોલેજનાં મેદાનમાં ચાલતો અને સવારે લીંબુ પાણી પીતો

જે બાદ સાંજનાં સમયે પણ ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દીધુ

ધીમે ધીમે તેમનું વજન ઘટતુ ગયુ અને વર્ષ 2015માં તેમનું વજન 84 કિલો થઇ ગયું