અહીં લોકો ભારતમાં ખાય છે ને અન્ય દેશમાં સુવે છે

ભારતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં લોકો પોતાના દેશમાં ખાય છે અને સૂવા માટે બીજા દેશમાં જાય છે

તમને જણાવી દઈએ કે આ ગામ ભારતના નાગાલેન્ડ અને મ્યાનમારની સરહદ પર આવેલું છે

નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું આ લોંગવા ગામ ભારતનું છેલ્લું ગામ પણ માનવામાં આવે છે

સરહદ પર હોવાના કારણે આ ગામનો અડધો ભાગ ભારતમાં આવે છે અને અડધો મ્યાનમારમાં છે

આ સિવાય લોંગવા ગામ વિશે એવું કહેવાય છે કે કેટલાક ઘરનું રસોડું ભારતમાં આવેલું છે અને તેઓ સૂવા માટે મ્યાનમાર જાય છે

એટલું જ નહીં, ભારતના કેટલાક લોકો ખેતી કરવા માટે મ્યાનમાર જાય છે અને કેટલાક મ્યાનમારથી ભારતમાં ખેતી કરવા આવે છે

એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ ગામનો વડો છે તેની 1-2 કે 3 નહીં પણ 60 પત્નીઓ છે

આ વડાનું નાગાલેન્ડ તેમજ અરુણાચલ પ્રદેશ અને મ્યાનમારના 70થી વધુ ગામોમાં પ્રભુત્વ હોવાનું પણ કહેવાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari