Viral Jokes મોકલો તમારા મિત્રોને

ભલભલા પુરૂષોની ભુખ મરી જાય..જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે…
તમે પહેલાં જમી લો મારે એક વાત કરવી છે..!
😂🤣😂

તમે ક્યારેય વિચાર્યું કે, દવાની ગોળીનું પેકેટ 10 ગોળીનું જ કેમ હોય…?
કેમ કે, આ પ્રથા જ્યારે રાવણને માથું દુખ્યું ત્યારથી થઈ…
😜😂

તહેવાર પુરા થઈ ગયા છે, હવે જેનાં મેચિંગ બોરિયા, બકલ, બુટીયા, બોપટ્ટી, ચણિયાચોલી વગેરે ઉધાર લીધા હોય તે પાછા સમયસર આપી દેજો…
તો જ કોઇ બીજીવાર આપશે…
🤣😂

પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી..
પછી ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!
😜

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું, કેમ ના ખરીદ્યું?
દર્દી : શનિવારે સોઈ ના લેવાય, શનિદેવ નારાજ થઈ જાય
ડોક્ટર : ખરીદી લો, નહીતર યમરાજ નારાજ થઈ જશે..!
😂🤣😂

બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો,
ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે વઘારેલા ભાતને હા પાડો છો…
😝😳😜😃😅

લગ્ન કરવા એ તજ ખાવા જેવું છે શરૂ શરૂમાં તો
મીઠું લાગશે પણ પછી જે તીખાશ આવે…… 😜😂

ટ્રેનમાં એક મુસાફરી દરમિયાન એક બા એ પુછ્યું-ક્યાંનો છો દીકરા તું?
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા, હવે હું ક્યાંયનો નથી…..
🤣😂

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો