ગુજરાતના આ પહાડ પર ઉજવાશે ‘મોન્સુન ફેસ્ટિવલ’
'વિલ્સન હિલ્સ' દરિયાથી 2500 ફૂટ ઊંચે આવેલું એકમાત્ર હિલ સ્ટેશન
ગુજરાતનું આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે
વિલ્સન હિલને પ્રવાસધામ તરીકે વિકસાવવાના ભાગરૂપે પર્યટન વિભાગ દ્વારા 13 થી 16 ઓગષ્ટ સુધી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે
જેમાં મુલાકાતીઓને સ્થાનિક ગુજરાતી લોકનૃત્ય તેમજ વિવિધ કાર્યક્રમો માણવા મળશે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને પ્રમોટ કરવા દર વર્ષે મોન્સુન ફેસ્ટિવલ ઉજવાય છે
વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી
તેમા પણ ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે
વિલ્સન હિલ્સનું નિર્માણ કાર્ય લોર્ડ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજીના કાળમાં આરંભ કરાયુ હતું
લોર્ડ વિલ્સન મુંબઈના ગર્વનર હતા, અને તેમની યાદમાં જ આ હિલનું નામ રાખવામાં આવ્યું છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો