શરદ પૂનમે દૂધપૌંઆ ખાવાનું વૈજ્ઞાનિક મહત્વ

કાલે શરદ પૂનમ છે ત્યારે આ દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેક રીતે મહત્વ રહેલું છે

દૂધપૌંઆ ખાવાની બહુ જ મજા આવે છે. આ દિવસે દરેક લોકોએ ખાસ કરીને દૂધપૌંઆ ખાવા જોઇએ

પરંતુ શું તમે જાણો છો આ દિવસે કેમ દૂધપૌંઆ ખાવામાં આવે છે?

શરદ પૂનમે એટલે કે આ ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે

આ ઋતુમાં પિત્ત પણ વધારે થાય છે. પિત્ત જેવી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે દૂધપૌંઆ પીવાનું મહત્વ અનેક રીતે રહેલું છે

શરદ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી પ્રકાશ અને ઠંડક આ દિવસે સૌથી વધારે હોય છે

દૂધ અને સાકરમાં પિત્તનાશક ગુણ હોય છે જે તમને પિત્ત જેવી સમસ્યામાંથી રાહત અપાવવાનું કામ કરે છે

આ દિવસે જ્યારે દૂધપૌંઆ ધાબામાં મુકવામાં આવે ત્યારે ચંદ્રનો સીધો પ્રકાશ દૂધમાં અને સાકર પડે છે જે પિત્તનો નાશ કરવામાં મદદ કરે છે

કહેવાય છે કે તમે આ દિવસે દૂધપૌંઆ ખાઓ છો તો દમની બીમારી થતી નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો