રોઝ ડે પર ગુલાબના વિવિધ રંગોનો અર્થ જાણો

વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી રોઝ ડે સાથે શરૂ થાય છે

આ દિવસે, પ્રેમીઓ અને મિત્રો એકબીજાને ગુલાબ આપે છે

તમે કોઈને ચોક્કસ રંગનું ગુલાબ આપીને પણ તમારા દિલની વાત વ્યક્ત કરી શકો છો

લાલ ગુલાબ સૌથી પ્રિય છે. તે પ્રેમ અને જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે જેને પ્રેમ કરો છો તેને લાલ રંગના ગુલાબ આપો

ગુલાબી ગુલાબ પ્રશંસાનું પ્રતીક છે. જો તમે કોઈના વખાણ કરવા માંગો છો, તો તેને ગુલાબી ગુલાબ આપો

તમે કોઇને બહુ પ્રેમ કરતા હોવ તો ઓરેન્જ ગુલાબ આપો. આ અપાર જનૂનિયતનું પ્રતિક છે

સફેદ ગુલાબ સાદગીનું પ્રતીક છે અને સામાન્ય રીતે લગ્ન સમારોહ દરમિયાન ભેટમાં આપવામાં આવે છે

પીળું ગુલાબ એ દોસ્તીનું પ્રતીક છે. તમે તમારા ખાસ મિત્રને તે આપી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો