રાતભર ઉજાગરા કરવાની આદત હોય તો ચેતજો
અનિંદ્રા અને ઓછી ઊંઘના કારણે શરીરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જે પછીથી ગંભીર બિમારીમાં ફેરવાઈ શકે છે
રાત્રે ઊંઘ પૂરી ન થવાના કારણે લોકો થાક અનુભવે છે
વારંવાર આવતા બગાસા અને ઝોંકાથી બચવા માટે કેટલાય કપ ચા-કોફી પી જાય છે
આટલી ચા-કોફી પીધા પછી પણ સુસ્તી ન ઉડે, તો એક ગાઢ ઊંઘની જરૂર પડે છે
ઘણીવાર ઊંઘ પૂરી ન થવાના કારણે કેટલાક લક્ષણો જોવા મળે છે
ઓછી ઊંઘના કારણે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતા પણ નબળી પડી જાય છે
ઓછી ઊંઘના કારણે મોટાભાગવા લોકો જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે હાઈ બ્લડ શુગર છે
તમારુ બ્લડ શુગર લેવલ સતત આઉટ ઓફ કંટ્રોલ જતુ હોય તો તમારે સ્લીપિંગ પેટર્ન પર ધ્યાન આપવાની જરૂર છે
જે લોકો ઓછુ ઊંઘે છે તેઓ પોતાના કામમાં ફોકસ કરવામાં પરેશાની અનુભવે છે
ઓછી ઊંઘના ખરાબ પરિણામ સ્વરૂપે કેટલાક લોકો ડિસિઝન મેકિંગ અથવા નિર્ણય લેવામાં અસક્ષમ હોવાનો અનુભવ કરે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો