આ રીત બનાવો સ્વાદિષ્ટ Beetroot Raita
બીટ શરીર માટે ખૂબ જ સારુ છે પરંતુ બાળકો તેનાથી દૂર ભાગે છે
આજે અમે તમારા માટે એવી રેસીપી લઇને આવ્યા છીએ જેને બનાવીને તમે બધાને બીટ ખાતા કરી દેશો
આ માટે તમારે એક મોટું બીટ લઇ તેમે છોલીને છીણી લેવાનું છે
હવે એક કપ દહીં લઇને તેમાં આ બીટ મિક્સ કરી દો
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર હલાવી લો
હવે વઘાર માટે એક ચમચી તેલ લો અને તેમાં રાય તથા કઢી પત્તા નાખો
રાય ફૂટી જાય ત્યાર બાદ આ વઘારને રાઇતામાં નાખી દો અને સરખું મિક્સ કરી દો
બસ તૈયાર છે તમારુ રાયતું, આને તમે પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો