GSSSB દ્વારા 12મી ડિસેમ્બરના રોજ હેડક્લાર્કની 186 જગ્યા માટે પરીક્ષા લેવાઇ હતી. જેનું પેપર લિક થયાનો આક્ષેપ આજે સરકારે સ્વીકાર્યો છે.

આ પરીક્ષામાં અંદાજે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

હેડક્લાર્કના પેપર લીક મામલે અત્યાર સુધી શું શું થયું તેની પર એક નજર કરીએ.

12 ડિસેમ્બર -  GSSSB દ્વારા લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી.

15 ડિસેમ્બર - યુવરાજસિંહે પરીક્ષા પહેલા પેપર લીક થયાનો આક્ષેપ લગાવ્યો.

15 ડિસેમ્બર - અસિત વોરાએ કહ્યુ, અમારી પાસે હજી કોઇ ફરિયાદ નથી આવી.

15 ડિસેમ્બર - હર્ષ સંઘવીએ જણાવ્યું, આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

17 ડિસેમ્બર - પ્રાંતિજમાં 10 લોકો સામે FIR નોંધાઇ. જેમાંથી 6 લોકોની ધરપકડ કરાઇ અને 4ની શોધખોળ ચાલે છે.

જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવીને પેપર ફોડ્યુ હતુ.

પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે: હર્ષ સંઘવી