આ પિઝા તમારો જીવ લઇ શકે છે!

જો તમે પ્રી-પેકેજ્ડ સૂપ, સોસ, ફ્રોઝન પિઝા અને રેડી ટુ ઈટ જેવો અલ્ટ્રાપ્રોસેસ્ડ ખોરાક ખાઓ છો,

તો તમે વહેલા મૃત્યુ પામી શકો છો. એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે

સંશોધન સમયગાળા દરમિયાન બ્રાઝિલમાં અલ્ટ્રાપ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ 13 ટકાથી 21 ટકા સુધીનો હતો

2019 માં 30 થી 69 વર્ષની વયના કુલ 5,41,260 પુખ્ત વયના લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા

જેમાંથી 2,61,061 રોકી શકાય તેવા, બિન-ચેપી રોગોથી હતા

સંશોધનમાં જાણવા મળ્યું કે તે વર્ષે લગભગ 57,000 મૃત્યુ માટે અલ્ટ્રાપ્રોસેસ્ડ ખોરાકને જવાબદાર ગણાવી શકાય

રિસર્ચર્સે જણાવ્યુ હતુ કે, જે દેશોમાં પેકેજ્ડ ફૂડનું સેવન વધુ પ્રમાણમાં થાય છે ત્યાં આનો પ્રભાવ વધુ હશે

ઓવર પ્રોસેસ્ડ ખાધ્ય પદાર્થના વપરાશને ઘટાડવા માટે સ્વસ્થ ભોજન વિકલ્પોને પ્રોત્સાહન આપવું જરૂરી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો