ફોરએવર મિસિસ ઈન્ડિયાએ પતિને 10 કલાક ઘરમાં પૂરી દીધો

ભૂતપૂર્વ બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતાએ તેના પતિને ક્રેડિટ કાર્ડના ઝઘડાને કારણે લૉક કરી દીધો હતો

બાદમાં પતિએ પોલીસને ફોન કરીને પોતાને મુક્ત કરાવવા માટે મદદ લીધી હતી

અમદાવાદની ચાંદખેડા પોલીસે પતિને છોડાવ્યો હતો અને બાદમાં દંપતી વચ્ચેના ઝઘડાને શાંત કરવા પ્રયાસો કર્યા હતા

ઈન્દ્રાણી કોંવરને ફોરએવર સ્ટાર ઈન્ડિયા - ફોરએવર મિસિસ ઈન્ડિયા 2021 સેકન્ડ રનર-અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો

તેણે મંગળવારે ક્રેડિટ કાર્ડની દલીલને લઈને તેના પતિ રોટી કોંવરને 10 કલાકથી વધુ સમય માટે એક રૂમમાં બંધ કરી દીધો હતો

મહિલાના 62 વર્ષીય પતિએ શરૂઆતમાં ઇન્દ્રાણીને આજીજી કરી હતી કે તેને છોડી દે

જ્યારે તેણે ના પાડી, ત્યારે તેણે તેમની સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો અને પોલીસને બોલાવવા કહ્યુ

આ કપલ મોટેરા ખાતે શરણ સ્ટેટસમાં રહે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે, જે કેનેડામાં રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો