Heading 3


નોનવેજ આઇટમને બીજી વખત ગરમ કરીને ખાવામાં આવે તો તે ઝેરીલું સાબિત થઈ શકે છે અને ડાઈજેશનમાં સમસ્યા થઈ શકે છે. 

વાસ્તવમાં ઉચ્ચ પ્રોટીનવાળા ભોજનમાં નાઈટ્રોજન વધુ માત્રામાં જોવા મળે છે જેથી તેને બીજી વખત ગરમ કરવું હાનિકારક થઈ જાય છે.

ફૂડ્સ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર, વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી વ્યક્તિ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની શકે છે.

આમ કરવાથી, બેસિલસ સેરિયસ નામના અત્યંત પ્રતિરોધક બેક્ટેરિયા ચોખામાં વધે છે અને ખોરાકમાં ઝેરનું કારણ બને છે.


બટાટામાં વિટામિન B6, પોટેશિયમ અને વિટામિન C જોવા મળે છે, જો તેને વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં Clostridium botulinum નામના બેક્ટેરિયા વધી શકે છે અને તેના પોષક તત્વો પણ નાશ પામે છે.

મશરૂમ્સને રાંધવાના એક દિવસ પછી ખાવા માટે સંગ્રહિત કરશો નહીં. મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં ભરપૂર ખનિજ હોય છે. 

મશરૂમને ફરીથી ગરમ કરવાથી હાજર પ્રોટીન તૂટી જાય છે અને વિષાણું પદાર્થ ઉત્પન્ન થાય છે જે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.

નાઈટ્રેટથી ભરપૂર શાકભાજી જેમકે પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, સલગમ, બીટ વગેરેને ફરીથી ગરમ કરવાનું ટાળો. 

તેને ફરીથી ગરમ કરવાથી, તે નાઈટ્રાઈટ અને પછી નાઈટ્રોજમીન્સમાં ફેરવાય છે, જે શરીરની પેશીઓ માટે હાનિકારક હોઈ શકે છે અને કેન્સરનું જોખમ વધારે છે.