કોવિડ પ્રોટોકોલ

વિધાનસભા ચૂંટણી 2022

દેશમાં કોરોના વચ્ચે 10 ફેબ્રુઆરીથી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાશે.કોવિડ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે, આવો જાણીએ કે શું છે પ્રોટોકોલ?

રેલી,રોડ શો...

15મી જાન્યુઆરી સુધી પદયાત્રા, બાઇક રેલી સહિત તમામ પ્રકારના રોડ શો પર પ્રતિબંધ મુકાયો છે, 15મીએ સમીક્ષા બાદ નવી સુચના જાહેર કરવામાં આવશે

ડિજિટલી પ્રચાર

ચૂંટણી પંચ દ્વારા કોવિડ સ્થિતિને જોતાં રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં ખાસ તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. વર્ચ્યુઅલી કે ડિજિટલી પ્રચાર કરવા પર ભાર મુકાયો છે.

રેલી માટે શપથપત્ર

રેલી પહેલા કોવિડ પ્રોટોકોલના પાલન અંગે શપથપત્ર આપવાનું રહેશે.
ડોર ટુ ડોર પ્રચાર સમયે પણ મહત્તમ પાંચ વ્યક્તિઓને સાથે રાખી શકાશે.
કોવિડ પ્રોટોકોલનો ભંગ કરનાર સામે આકરા પગલાં લેવાશે

રાત્રે કોઇ સભા નહીં

રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી કોઇ સભાને મંજૂરી આપવામાં નહીં આવે, જાહેર રસ્તા પર કે ચોક પર કોઇ સભા કરી શકાશે નહીં

logo

બુથ પર ખાસ વ્યવસ્થા....

તમામ બુથ પર સેનિટાઇઝર, માસ્ક સહિતની તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.
આ ઉપરાંત ચૂંટણી કામગીરીમાં જોડાનાર તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે

SOP ચુસ્ત પાલન...

ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારોને કોવિડ પ્રોટોકોલ અનુસરવા અને પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો ભંગ કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

વિજય સરઘસ પર પ્રતિબંધ...

ચૂંટણી પંત દ્વારા વિજય સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઇ ઉમેદવાર દ્વારા ભંગ કરાશે તો કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

Stay Updated
With Our
Latest Stories!

Subscribe Now