નશો કરવા માટે 'Condom'નો ઉપયોગ!

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં વિદ્યાર્થીઓએ નશો કરવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ કોન્ડોમના વ્યસની બની રહ્યા છે?

દુર્ગાપુરના બાળકો ગરમ પાણીમાં ફ્લેવર્ડ કોન્ડોમ પલાળી રાખે છે અને પ્રવાહી પીવે છે. આ તેમને 10 થી 12 કલાક માટે નશામાં રાખે છે.

ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની આ ઘટનાઓ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક દુકાનદારને લાગ્યું કે દુર્ગાપુરના વિસ્તારોમાં ફ્લેવર્ડ કોન્ડોમની માંગ વધી રહી છે

જિજ્ઞાસાથી દુકાનદારે તેના એક ગ્રાહકને પૂછ્યું કે શા માટે ફ્લેવર્ડ કોન્ડોમની માંગ વધી રહી છે. યુવકે કહ્યું કે તે હાઈ થવા માટે ફ્લેવર્ડ કોન્ડોમ ખરીદી રહ્યો છે

દુર્ગાપુરમાં એક મેડિકલ શોપના દુકાનદારોએ ન્યૂઝ18ને જણાવ્યું કે, "પહેલાં એક દુકાન દીઠ રોજના ત્રણથી ચાર પેકેટ કોન્ડોમ વેચાતા હતા. અને હવે તમામ સ્ટોરમાંથી કોન્ડોમના પેકેટ ગાયબ છે."

દુર્ગાપુર ડિવિઝનલ હોસ્પિટલના ધીમાન મંડલે ન્યૂઝ18ને જણાવ્યું, "કોન્ડોમમાં સુગંધિત સંયોજનો હોય છે. તે તૂટીને આલ્કોહોલ બનાવે છે. તે વ્યસનકારક છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો