રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રોપદી મુર્મ કોણ છે?

દ્રૌપદી મુર્મુ ઓડિસા એક આદિવાસી મહિલા નેતા છે અને ઝારખંડની ગવર્નર રહી ચૂકી છે.

દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું, જેઓ તેમની પરંપરાઓ અનુસાર ગામ અને સમાજના વડા હતા.

દ્રૌપદીએ તેમના ગૃહ જિલ્લામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ભુવનેશ્વરના રામાદેવી મહિલા મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી

દ્રૌપદી મુર્મુના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા, પાછળથી તેના બંને પુત્રો મૃત્યુ પામ્યા અને તેના પતિનું પણ નિધન થયું આમ લગ્ન બાદ તેના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો

પતિના મોત બાદ દ્રૌપદી મુર્મુ માટે મુશ્કેલ સમય હતો પરંતુ તેણે હાર ન માની અને સમાજ માટે કંઈક કરવા માટે રાજકારણમાં એન્ટ્રી કરી.

 2015 થી 2021 સુધી તેઓ ઝારખંડના રાજ્યપાલ રહ્યાં. તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર બન્યા હતા

@sudarsansand

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો