બસમાં એક દરજી ચઢ્યો, તેના પર એક ફોન આવ્યો. તેણે ફોન ઉઠાવીને કહ્યુ, તુ હાથ કાપીને રાખ. ગળું હું આવીને કાપુ છું....બસ આટલું સાંભળતા જ આખી બસ ખાલી થઇ ગઇ. 🤣😂

પતિ - તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે
પત્નિ - શું ફાયદો થયો છે?
પતિ- મને મારા કર્મોની સજા આ જ જન્મમાં મળી ગઇ 🤣😂

સોનૂ - યાર લગ્નનો જોડો કોણ બનાવે છે.
મોનૂ- ભગવાન બનાવે છે કેમ?
પપ્પૂ - હું તો દરજીને સિવવા આપીને આવ્યો 🤣😂

પોલીસ - જલ્દી દરવાજો ખોલો, અમે પોલીસવાળા છીએ
મનોજ - શું કામ છે?
પોલીસ - અમારે કઇંક વાત કરવી છે
મનોજ - તમે કેટલા લોકો છો?
પોલીસ - અમે 4 લોકો છીએ
મનોજ - તો અંદર અંદર વાત કરી લો 🤣😂

રાજૂ - 3BHKનો શું રેટ ચાલે છે?
દુકાન વાળો - આ ચપ્પલની દુકાન છે
 રાજૂ - તો પછી બહાર કેમ લખ્યું છે, 'Flat 60% off' 🤣😂

લગ્ન કરવા એ તજ ખાવા જેવું છે શરૂ શરૂમાં તો
મીઠું લાગશે પણ પછી જે તીખાશ આવે…… 😜😂

ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક બા એ પુછ્યું-ક્યાંનો છો દીકરા તું?
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા, હવે હું ક્યાંયનો નથી…..
🤣😂

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો