ગુજરાતમાં ચોમાસા દરમિયાન ફરવા લાયક જગ્યાઓ

આમતો ગુજરાતીઓને ફરવા માટે કોઇ સિઝનની જરૂર નથી પરંતુ ચોમાસામાં ફરવાની કઇંક અલગ જ મજા છે

અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવે પોળોના જંગલો જોવા લાયક છે

સાપુતારામાં કુદરતે ખોબે-ખોબે સૌંદર્ય વેર્યુ છે. અને ચોમાસામાંતો સાપુતારાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે

દાહોદનું રતનમહાલ અભ્યારણ્ય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે

ગીરાધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે

કુદરતી સૌંદર્યથી ભરેલો આ ઝરવાણી ધોધ બારેમાસ વહે છે. પરંતુ ચોમાસામાં ઝરવાણી ધોધ જોવાની અનેરી મજા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો