મેન્સ્ટ્રુઅલ કપ અંગેની ગેરમાન્યતાઓ

મેન્સ્ટ્રુઅલ કપથી મહિલાઓ ડરે છે. તેઓ તેનો ઉપયોગ કરતા અચકાય છે. 

આરોગ્ય માટે સારી ગણાતી આ પ્રોડક્ટ રબર અથવા સિલિકોનથી બનેલો નાનો લચીલો કપ હોય છે. જેને માસિક સ્ત્રાવ દરમિયાન પ્રવાહી એકત્રિત કરવા માટે મુકવામાં આવે છે. 

કિશોરીઓ માટે આવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો એકદમ સારી વાત છે. તેઓ તેનાથી અનુકૂળ હોય તો ઉપયોગ કરી શકે છે.

જે સ્ત્રીઓ યોનિમાર્ગ દ્વારા બાળકને જન્મ આપ્યો હોય તેણે મોટા કદના કપની પસંદગી કરવાની જરૂર હોય છે. જેમને સર્જરી દ્વારા બાળક થયું હોય તેણે મધ્યમ અથવા નાના કદના કપનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. 

જે સ્ત્રીઓને ક્યારેય બાળક ન થયું હોય તેઓ મધ્યમ અથવા નાના કદના કપની પસંદગી કરી શકે છે અને કિશોરીઓએ એક્સ્ટ્રા સ્મોલ કપ યુઝ કરવો જોઈએ.

મેન્સ્ટ્રુઅલ કપને સરળતાથી બહાર કાઢી શકાય છે તે ક્યારે અંદર અટકી નથી જતો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો