સમયસર રેગ્યુલર પિરિયડ્સ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

આજે અહી અમે તમને એવા 5 ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ જે તમને આ સમસ્યાથી રાહત આપી શકે છે.

અજમાના પાનને પાણીમાં ઉકાળો. પાણીનો રંગ બદલાય એટલે ગેસ પરથી ઉતારી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને દિવસમાં બે વાર પીવો. 

એક ચમચી જીરું લો અને તેને પાણીમાં સારી રીતે ઉકાળો. જ્યારે રંગ બદલાઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરો અને દિવસમાં બે વાર પીવો.

અજમા અને ગોળનો ઉકાળો બનાવીને પીવો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો.

આદુની અસર ગરમ હોય છે તેથી તેનું વધુ સેવન કરવાથી પીરિયડ્સ વહેલા આવે છે. આદુને ચામાં ઉમેરીને પીવો અથવા તો તમે તેનો રસ મધમાં ભેળવીને પણ પી શકો છો. 

એક ચમચી ધાણાના બીજને 2 કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું ઉકળે ત્યારે તેને ગેસ પરથી ઉતારી ઠંડું કરીને દિવસમાં ત્રણ વખત પીવો.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો