શરદી-ખાંસીના ઘરેલૂ નુસ્ખા, તરત જ મળશે રાહત 

ઉકળતા પાણીમાં થોડું આદુ છીણીને તેનો નાશ લેવાથી શરદીમાં મળશે રાહત 

આદુ-તુલસીની ચા પીવાથી શરદી, ખાંસી તથા કફમાં તાત્કાલિક મળશે રાહત

એક ચમચી મધમાં થોડો મરીનો ભૂકો ભેળવી ચાટવાથી ખાંસીમાં મળશે રાહત.

એક કપ પાણીમાં બે ચમચી અળસીના ઉકાળાને ગાળી ત્રણ ચમચી મધ અને થોડો લીંબુનો રસ નાંખી પીવાથી મળશે રાહત.

બહુ શરદી હોય તો જમવામાં થોડા લીલા મરચા સામેલ કરો. તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે

ઉકળતા પાણીમાં અજમો, તુલસીના પાન નાંખી નવશેકું પીવાથી મળશે રાહત

અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય, બંધ નાક તરત ખૂલી જશે.

એક કપ નવશેકા પાણીમાં થોડું મીઠું અને હળદર નાંખી દિવસમાં બે-ત્રણ વાર તેના કોગળા કરો. 

રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાંખી પી જાઓ, સવારે ગળામાં ઘણી રાહત મહેસૂસ થશે.

એક કપ પાણીમાં લસણની ચાર-પાંચ કળીઓ નાંખીને તેને ઉકાળી ઠંડુ કરી એક ચમચી મધ નાંખી પીવાથી મળશે રાહત.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો