ઉજ્જૈન મહાકાલની ભષ્મ આરતીનાં 10 રહસ્યો

ભસ્મ આરતી દરરોજ પરોઢિયા 4 વાગ્યે થાય છે. અહીં શમ્શાનમાં બાળવામાં આવતી પહેલી ચિતાને ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે

આ આરતીની વિશેષતા એ છે કે ભગવાન મહાકાલને તાજા મૃતદેહોની ભસ્મથી શણગારવામાં આવે છે. આ આરતીમાં શામેલ થવા માટે પહેલાં બૂકિંગ કરાવવું પડે છે

આ આરતીમાં મહિલાઓ હાજર રહે તો તેમને સાડી પહેરીવી જરૂરી છે. જે સમયે શિવલિંગને ભસ્મ ચઢાવવામાં આવે છે તે સમયે મહિલાઓએ માથે ઓઢવું લાજ કાઢવી જરૂરી છે

માન્યતા છે કે, તે સમયે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે તેથી તેમનાં આ રૂપનાં દર્શન મહિલાઓ નથી કરી શકતી

પુરુષોને પણ આ આરતીમાં હાજરી આપવી હોય તો તેમણે માત્ર ધોતી પહેરવાની હોય છે. તે સ્વચ્છ હોવી જોઇએ. અને સૂતરાઉ હોવું જોઇએ

પુરુષો આ આરતી માત્ર જોઇ શકે છે. તેમને આરતી ઉતારવાનો અધિકાર નથી. ત્યાં પુજારીઓ જ મહાકાલની આરતી ઉતારી શકે છે

એવું પણ કહેવામાં આવે છે કે, લોકો મંદિરમાં રજિસ્ટ્રેશન કરાવે છે અને મૃત્યુ બાદ તેની ભસ્મથી ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે

એવું પણ કહેવામાં આવે છે કે, શ્રોતા, સ્માર્ત અને લૌકિંક એવી ત્રણ પ્રકારની ભસ્મથી આરતી કરવામાં આવે છે

આ ભસ્મ નાગા સાધુઓ લગાવે છે તેનો વસ્ત્રની જેમ ઉપયોગ કરે છે