39 પર્વતારોહકો ઉત્તરકાશીમાં આવેલું દ્રૌપદી કા દંડા -2 શિખર સર કરવા ગયા હતા
4થી ઓક્ટોબરે 29 પર્વતારોહકો બરફ ધસતા ક્રિવાસમાં પડી ગયા હતા
ક્રિવાસ એટલે બરફમાં પડેલી ઊંડી ખીણ. ઉપરનો બરફ ધસી પડતા નીચેની ખીણ ખુલ્લી થાય તેને ‘ક્રિવાસ’ તરીકે ઓળખવામાં આવે છે
હિમસ્ખલનની ઘટના વિશે રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. NDRF, એરફોર્સ વગેરે ખરાબ વાતાવરણમાં પણ ત્યાં પહોંચ્યા હતા.
આ ફોટો ‘ક્રિવાસ’નો છે. તેમાં 29 પર્વતારોહકો પડી ગયા હતા અને તમામના મોત થયા હતા.
રેસ્ક્યૂ ટીમે ખીણમાં ઊતરીને 29 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યાં હતા. રેસ્ક્યૂ ટીમને મૃતદેહ શોધવામાં 7 દિવસ લાગ્યાં હતા.
હિમસ્ખલનમાં મૃત્યુ પામેલો ગુજરાતના ભાવનગરનો યુવક અર્જુનસિંહ ગોહિલ
દ્રૌપકી કા દંડા - 2 શિખર સર કરવા માટે 28 દિવસનો એડવાન્સ કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેના છેલ્લા એટલે કે 28મા દિવસે જ હિમસ્ખલનની દુર્ઘટના બની હતી અને 29 પર્વતારોહકો મૃત્યુ પામ્યા હતા.