કચ્છના આ પારંપરિક ઘર અપાવશે મહેલોની ફિલીંગ
રણોત્સવની શરુઆત થતાં જ કચ્છમાં પ્રવાસન ધમધમી ઉઠ્યુ છે
રણોત્સવમાં કચ્છના બન્ની વિસ્તારમાં હોમ સ્ટેનું ચલણ પણ ખૂબ વધ્યુ છે
લોકો હોટેલ રિસોર્ટ કરતા પણ આ હોમ સ્ટેમાં રહેવું વધારે પસંદ કરે છે
રિસોર્ટ કરતા આ હોમ સ્ટેનું ભાડુ ઓછુ હોવાથી લોકો તેને વધારે પસંદ કરે છે
અહીં લોકો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પારંપરિક કચ્છી ભાણું માણે છે
હોમ સ્ટેનું ભાડુ સિઝન પ્રમાણે બદલાતું રહે છે અને 6 હજાર સુધી પહોંચે છે
લોકો પોતાના ઘરમાં કે પોતાની માલિકીના ઘરમાં પ્રવાસીઓને આવકારે છે
હાલ કચ્છમાં આવા 15 હોમ સ્ટે કચ્છમાં ધમધમી રહ્યા છે
ગુજરાતમાં ગીર સોમનાથ બાદ સૌથી વધારે હોમ સ્ટે કચ્છમાં વિકસ્યા છે
આ હોમ સ્ટે કચ્છના પારંપારિક ભુંગા આકારના હોવાથી લોકોને વધારે પસંદ છે
તમે કચ્છમાં જાવ તો ગુજરાતના સ્વર્ગમાં આ મહેલો જેવી ફિલીંગ ભૂલતા નહીં
લોકો ઓનલાઈન ગુજરાત પ્રવાસનની વેબસ્ટાઇટ પરથી પણ બુક કરાવી શકે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો