તમારે પણ લગ્નમાં સાફાથી પાડવો છે વટ?

હવે લગ્નગાળો શરુ થઈ ગયો છે અને ચૂંટણી પણ દરવાજે આવીને જ ઉભી છે

આ બંનેમાં સાફા સામાન્ય છે અને તેથી જ સાફાવાળાની તો જાણે દિવાળી છે

રાજકોટના શર્માજી સાફાવાળા સાફા બાંધવા માટે ખૂબ જ પ્રખ્યાત છે

રંગીલા રાજકોટના શર્માજી સાફાવાળા ચૂંટણી અને લગ્નમાં બરાબર ધ્યાન આપી રહ્યા છે

તેઓ રાજકીય પક્ષોની રેલીથી લઈને લગ્નમાં તમામ જગ્યાએ સાફા બાંધવા જાય છે

વડાપ્રધાન મોદીએ પણ અહીંથી સાફા બંધાવ્યા છે.

શર્માજી સાફાવળા બાંધણી, લહેરિયા, કોટનબેઝ, ચંદેરી, ફ્લાવર તમામ પ્રકારના સાફા રાખે છે

તેઓ સેલેબ્સે પહેરેલા હોય તેવા હુબહુ સાફા પણ ગ્રાહકોને બાંધી આપે છે

આ સાફાનું ભાડુ 200થી ચાલુ થઈને 2000 સુધી હોય છે

જુદી-જુદી જ્ઞાતિ અને તેમની સંસ્કૃતિ મુજબ પણ સાફા બાંધી આપવામાં આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો