જો તમારી આસપાસ હોય આ વૃક્ષ તો થઈ જજો સાવધાન!
વૃક્ષો વાવવાથી પર્યાવરણને અગણિત લાભ થાય છે
પરંતુ અમુક વૃક્ષો એવા પણ હોય છે જે પર્યાવરણ અને સજીવો માટે હાનિકારક છે
આ વૃક્ષનું નામ છે કોનોકાર્પસ, જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે
આ કોનોકાર્પસ વૃક્ષ મૂળ ભારતનું પણ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે
આ વૃક્ષ દરિયાકિનારાના વિસ્તારો માટે વધુ અનુકૂળ છે
હાલ, સુરત શહેરની શોભા વધારવા માટે આ ઝાડ વાવવામાં આવી રહ્યા છે
પર્યાવરણ નિષ્ણાંત અનુસાર, શહેરોમાં આ ઝાડ વાવીને મુસીબત નોતરી રહ્યા છે
આ વૃક્ષની ખરાબ ખાસિયત છે કે જ્યારે સામાન્ય ભારતીય છોડ બે ફૂટ ઉંચાઈનું હોય તો તે રોજ એકથી અઢી લીટર પાણી ચૂસે છે
જ્યારે કોનોકોપોર્સ બે ફૂટનું હોય ત્યારે 4થી5 લીટર પાણી ચૂસે છે
આ વૃક્ષમાંથી શિયાળામાં ફૂલો, પરાગ રજકણ બહાર આવે છે, જે શરદી, ખાંસી, અસ્થમાનું કારણ બને છે
જો બગીચામાં એક-બે છોડ હોય તો તેનાથી નુકસાન થતું નથી
પરંતુ જો આ છોડની સંખ્યા વધારે હોય તો તેની માનવ સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર જોવા મળે છે
આ વૃક્ષ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પણ તેને કોઈ ખાતું નથી
તેને ઉગાડવા ઓછા પાણીની જરુર પડે છે, તેમજ કાયમ હરિયાળા રહે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો