પંચમહાલ
પાવાગઢ જવાનું થાય તો અહીં જવાનું ચૂકતા નહીં!
હિલ સ્ટેશન ફરવા જવાનું મન થાય તો પંચમહાલ જિલ્લાનું પાવાગઢ ઉત્તમ સ્થળ
પાવાગઢ ખાતે મહાકાળી માતા મંદિરની આસપાસ અનેક સુંદર પર્યટન સ્થળો
આવું જ એક સુંદર સ્થળ એટલે પંચમહાલનો ખૂબ જ પ્રખ્યાત હાથણી માતાનો ધોધ
ચોમાસામાં ભક્તો ભગવાન શિવના દર્શને અને સાહસિકો કુદરતને માણવા પહોંચે છે
પંચમહાલના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલો છે આ ધોધ
આ નયનરમ્ય સ્થળે પર્વતમાળા ઉપરથી પાણીનો કુદરતી ધોધ વહે છે
નાની મોટી ટેકરીઓ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલ આ સ્થળે ગીચ વૃક્ષોની શ્રૃંખલા છે
કુદરતી દ્રશ્યોથી ઘેરાયેલું હાથણી માતાનું મંદિર, ગુફા અને તેનો ધોધ સૌથી પ્રખ્યાત છે
આ સ્થળે લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને નૈવેદ્ય પણ ધરાવે છે
આ ધોધ જાંબુઘોડાથી 16 અને ઘોઘંબાથી 18 કિ.મી. દૂર સરસવા ગામ પાસે આવેલો છે
હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને હાથમી માતાના ધોધ ખાતે જઈ શકાય
પંચમહાલના શહેર ગોધરાથી આ ધોધનું અંતર 56 કિલોમીટર, વડોદરાથી 80 કિ.મી.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો