મોરબીની દુર્ઘટનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવી દીધો છે. નાના બાળકો સહિત 130થી વધુ લોકોને મચ્છુ નદીએ પોતાનામાં સમાવી દીધા છે. 

આ પહેલા 1979માં પણ મચ્છુ ડેમ તૂટવાને કારણે પણ મોટી હોનારત સર્જાઈ હતી. તેમાં પણ હજારો લોકો મોતને ભેટ્યા હતા.

મોરબીમાં થતાં અકસ્માતો પાછળ એક લોક વાયકા પ્રમાણે સ્ત્રીના શ્રાપને કારણ ભૂત માનવમાં આવે છે.

લોક કથાની વાત કરીએ તો મોરબીના રાજા જિયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા. પરંતુ આ વાત સ્ત્રીને પસંદ આવી ન હતી. 

આ પછી પણ રાજાએ તેને હેરાન કરવાની ચાલુ રાખ્યું હતું અને છેવટે આ બાબતથી કંટાળીને સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવી દીધું હતું. 

અને તેને ડૂબતાં ડૂબતાં ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં શ્રાપ આપ્યા હતા, કે તારી સાત પેઢીઓ જશે, પછી ન તો તમારો વંશ રહેશે અને ન તારું આ મોરબી નગર રહેશે

આ શ્રાપ પાછળ ઘણા લોક ગીતો પણ રચાયા હતા. અને કહેવાય છે કે મચ્છુ તારા વહેતા પાણી ગુજરાતી ફિલ્મમાં પણ આ વર્તનો ઉલ્લેખ જોવા મળે છે. 

એવું કહેવાય છે કે જ્યારે આ બંધ 1978 માં પૂર્ણ થયો ત્યારે જિયાજીના સાતમા વંશજ મયુરધ્વજ એક સમયે યુરોપમાં કોઈની સાથે લડ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અને ત્યાર બાદ 1979માં ડેમ તૂટ્યો હતો અને હજારો પશુઓ અને લોકોએ મચ્છુ નદીના પાણીમાં પોતાના જીવ વહેતા મૂક્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો