અહીં નવરાત્રીમાં પુરુષો સાડી પહેરી ગરબે ઘૂમે છે

વાત અહીં અમદાવાદની એવી પોળની છે જ્યાં 200 વર્ષ જૂની પરંપરા આજેય અકબંધ છે

આ પોળ છે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળ

જ્યાં નવરાત્રીના આઠમે દિવસે પુરુષો સાડી પહેરી ગરબે ઘૂમે છે

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં વર્ષોથી નવરાત્રીમાં અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે

આ પરંપરા અનુસાર અહીં રહેતા પુરુષો સ્ત્રીઓનો વેશધારણ કરીને એટલે કે સાડી પહેરીને આઠમની રાતે ગરબે ઘૂમે છે

આ નવલી નવરાત્રીમાં પણ આ પરંપરા અકબંધ રહી છે

200 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનુ અહીં પાલન અહીં થાય છે

લોકવાયકા પ્રમાણે સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે

આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ મહિલાઓના કપડા પહેરાવીને તૈયાર કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by -Bhavyata Gadkari