સફેદ રણમાં જવાનું પ્લાનિંગ હોય તો આ સમયે જ જવું

નવેમ્બર મહિનાની શરૂઆતથી શરૂ થતો રણોત્સવ પ્રવાસીઓ માટે એક અલગ જ માહોલ ઊભો કરે છે

હજુ રણોત્સવ શરૂ નથી થયો પરંતુ પ્રવાસીઓનું કચ્છ આવવાનું શરૂ થઈ ગયું છે

કચ્છ આવતા જ દરેક પ્રવાસી સૌપ્રથમ કચ્છનો સફેદ રણ જોવા પહોંચે છે

પરંતુ હાલ સમગ્ર રણમાં પાણી ભરેલા હોવાથી પાણી ભરેલા રણને જોઇને આશ્ચર્યચકિત થઈ જાય છે

અને તેમના માટે એ વિશ્વાસ કરવું જ મુશ્કેલ હોય છે કે આ એક રણ છે

આ વર્ષે દિવાળી વહેલી આવતા રણોત્સવનો કોઈ આયોજન હજુ સુધી શરૂ કરાયું નથી

કુદરતની કરામત એવી છે કે હજુ સુધી સફેદ રણમાં વરસાદના પાણી ઓસર્યા નથી

સામાન્યપણે દર વર્ષે નવેમ્બર મહિનાની શરૂઆતમાં રણમાં પાણી ભરાયેલું જોવા મળે છે

પરંતુ આ વર્ષે સામાન્ય કરતા અનેક ગણુ વધારે પાણી ભરાઈ જતાં આ પાણી ક્યાર સુધી સુકાશે તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો