લગ્નમાં વટ પાડવા જીપની એક એન્ટ્રીની આટલી છે કિંમત
લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી રીત અપનાવતા હોય છે
ત્યારે હવે લગ્નમાં વટ પાડવા જીપના ઉપયોગનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે
આ તકને ઝડપી ગોધરાના એક યુવકે પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યુ છે
26 વર્ષના મયુર જયસ્વાલે પંજાબમાંથી કસ્ટમાઈઝ જીપની ખરીદી કરી હતી
તે સમયે મયુરનો કોઈ વિચાર નહતો કે તે આવો કોઈ વેપાર શરુ કરશે
જ્યારે તે આ જીપ લાવ્યો ત્યારે ગોધરા અને આસપાસના ગામોમાં તે આકર્ષણ બની
ત્યારે લોકો તેને પુછતા કે શું તે પોતાના લગ્ન પ્રસંગમાં એન્ટ્રી માટે જીપનો ઉપયોગ કરી શકે
પછી તેણે આનો વેપાર કરવાનો વિચાર કર્યો હતો
મયુર આ પોતાની જીપને વરઘોડામાં ઉપયોગ લેવા માટે 12 થી 15 હજારનો ચાર્જ વસુલે છે
તેમજ પ્રી-વેડિંગ અને અન્ય રોડ જેવા પ્રસંગમાં 5 થી 20 હજાર સુધીનો ચાર્જ વસુલે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો