આ 10 પાસ મહિલાની સિદ્ધી જોઈ તમે પણ ચોંકી જશો
સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય, આ ઉક્તિને આ મહિલા ખેડૂતે સાર્થક કરી
જામનગર જિલ્લાના નાનારવા ગામની પાયલબહેને અનોખી સિદ્ધી મેળવી છે
પુરુષો કરતા પણ વધારે પાયલબહેન ખેતીમાં આગળ વધી રહ્યા છે
તેણી અમેરિકાના સુપરફૂડ કિનોવાનાની ખેતી કરી સફળતા મેળવે છે
શરુઆતમાં તેને ઘણી તકલીફ પડી પણ હાર ના માની અને 3 વર્ષ બાદ સફળ થઈ
પાયલબહેન છેલ્લા ઘણા સમયથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલી છે
તેણીએ ત્યાંથી નવા રોપા વિશે જાણકારી મેળીવી અને નવા પાકનો અખતરો કર્યો
તેણીએ પરંપરાગત ખેતીની સાથે રાગી, કસાવા અને કિનોવાનું વાવેતર કર્યુ હતું
કિનોવા એક ધાન્યવર પાક છે જેને અમુક લોકો અમેરિકન બાજરી પણ કહે છે
ગુજરાતમાં તેનું વાવેતર થાય છે પણ, સૌરાષ્ટ્રમાં પાયલબહેન એકલા કિનોવાનું વાવેતર કરે છે
2020થી આ પાકનું વાવેતર કરે છે પણ 100 ટકા સફળતા 2022માં મળી હતી
આ પાકમાં દવાનો ખર્ચ થતો નથી અને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો