વર્ષ 1770માં શાહી પરિવારની સમાધિને ગૌરવ અપાવવા માટે ‘છતરડી’ બનાવવામાં આવી હતી

છતરડીના મુખ્ય ઘુમ્મટ નીચે મધ્યભાગમાં ઘોડેસવાર લખપતજીનો પાળિયો અને તેની બંને તરફ રાવની પ્રેયસીઓનાં પાળિયા કતારમાં ગોઠવવામાં આવ્યાં છે

છતરડીમાં દશાવતાર, સરસ્વતી, ગોપીવસ્ત્રાહરણ, કાલીદમન, ખાખી બાવા અને ફિરંગી વગેરે જેવા શિલ્પ જોવાલાયક છે

અહીં સ્તંભ પર વાઘધારિણી અને નાયિકાઓની મોટા કદની પૂતળીઓ અને છડીદાર શિલ્પ ગોઠવાયેલાં છે

કચ્છી ભાષામાં ‘છતરડી’નો મતલબ થાય છે ‘છત્રી’

કચ્છના રાજવી પરિવારના લોકોને અહીં સમાધિ આપવામાં આવી છે

ઈ.સ. 1761માં મહારાજાધિરાજ મિર્ઝા મહારાવ લખપતજીનો સ્વર્ગવાસ થતાં તેમની પાછળ પંદર શાહી નૃત્યાંગનાઓ સતી થઈ હતી

તેમની યાદમાં રાવ રાયધણજીએ વિશાળ છત્રી બંધાવી જે ‘લખપતજીની છતરડી’ તરીકે ઓળખવામાં આવે છે

અહીં રાવ લખપતજી, રાવ રાયધણજી બીજા, રાવ દેસરજી અને રાવ પ્રાગમલજીની સમાધિ આવેલી છે

રાવ પ્રાગમલજીનાં કુંવરી અને કચ્છનાં રાણી ફૂલજીબાની સમાધિ પણ અહીં આવેલી છે

વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે છતરડીમાં મોટાપાયે નુકસાન થયું હતું

આ જગ્યા ભુજમાં હમીરસર તળાવની દક્ષિણ-પશ્ચિમે 20 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો