મોરબીમા પૂર્વ MLA કાન્તિ અમૃતિયાની પ્રચંડ જીત

ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે

જોકે, આ વર્ષે મોરબી પુલ દુર્ઘટનાને કારણે લોકોની નજર તેના પર હતી

સમગ્ર દેશની નજર મોરબીના રિઝલ્ટ પર ટકેલી હતી

ત્યારે મોરબીમાં ભાજપના ઉમેદવાર કાન્તિ અમૃતિયાનો વિજય છે

કાન્તિ અમૃતિયાએ 50 હજાર કરતા પણ વધારે માર્જિનથી જીત મેળવી છે

મોરબી દુર્ઘટના બાદ ભાજપે બ્રિજેશ મેરજાની ટિકીટ કાપી દીધી હતી

આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયાને તક આપવામાં આવી હતી

નોંધનીય છે કે, મોરબી દુર્ઘટના બાદ પણ ભાજપને કોઈ નુકસાન ભોગવવું પડ્યુ નથી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો