ગુજરાતના ચૂંટણી પરિણામનું પોસ્ટમોર્ટમ

Election

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મોદી મેજિક સામે આવ્યો છે. 

આ પરિણામોમાં ભાજપે 53 ટકા વોટ શેર સાથે ઐતિહાસિક 156 બેઠકો મેળવી છે.

 ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 

 આ સાથે આપ પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થતું પણ દેખાયું છે. 

પરતું આ ગુજરાત ચૂંટણીનાં પરિણામોનાં 11 મહત્ત્વની વાતો જોઇએ જેને જાણવી તમારા માટે જરૂરી છે.

ભાજપે જીતેલી 156 બેઠકોમાંથી 102 બેઠકો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યા છે.

આપે ડેડિયાપાડની બેઠક પર 50% થી વધુ વોટશેર મેળવ્યો છે.

કોંગ્રેસે બે બેઠકો વાસંદા અને પાટણ પર 50% થી વધુ મત મેળવ્યા છે.

ઘાટલોડિયા, એલિસબ્રિજ અને મજુરા પર BJP વિજેતાઓનો વોટશેર 80 ટકાથી વધુ છે. 

સૌથી વધુ 82.95% વોટશેર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ આગળ રહ્યા છે. 

સુરતનાં મજુરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને 83.15 ટકા વોટ મળ્યા છે.

11 બેઠકો છે જ્યાં એક લાખથી વધુની લીડ મેળવીને ઉમેદવારો વિજય થયા છે. જે તમામ ભાજપનો કબજો છે.

AAPએ 5 બેઠકો જીતી છે. તેમાંથી 2 બેઠકો BJP, 2 કોગ્રેસ અને 1 BTP પાસેથી આંચકી લીધી છે.

15 મતવિસ્તારમાં NOTA ને AAP કરતા વધુ મત મળ્યા છે. 

ખેડબ્રહ્મામાં NOTA ને 7,331 મત મળ્યા છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો