ઇસુદાન ગઢવી

પૂર્વ પત્રકાર અને ટીવી એન્કર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ખંભાળિયા સીટ પરથી ભાજપના મૂળુ બેરાએ તેમણે હાર આપી છે

ભેમાભાઈ ચૌધરી

દિયોદર વિધાનસભા ક્ષેત્ર પર આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભીખાભાઈ ચૌધરીનો મુકાબલો BJPના કેશાજી શિવાજી ચૌહાણ અને કોંગ્રેસના ભીમાભાઈ ચૌધરી સામે હતો. આ વખતે અહીંથી ભાજપના કેશાજી ચૌહાણ જીત્યા છે.

કાંતિલાલ અમૃતિયા

મોરબી પુલ દુર્ઘટના પછી કાંતિલાલ અમૃતિયા ચર્ચામાં આવ્યા. BJP એ ટિકિટ આપી  મોરબી દુર્ઘટના વખતે ડૂબતા લોકોને બચાવવામાં મદદ કરી. અમૃતિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા તો આ ચૂંટણી જીતી ગયા.

જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર. ભારે રસાકસી બાદ જીત. દલિત યુવા નેતા તરીકે પ્રખ્યાત.તેમનો મુકાબલો ભાજપના મણિભાઈ  અને આપના દલપત ભાટિયા સાથે હતો.

અલ્પેશ ઠાકોર

ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભાજપના યુવા ઓબીસી નેતા અલ્પેશને પણ બહુમતી સાથે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે પ્રવક્તા અને પાટીદાર નેતા હિમાંશુ પટેલને અને આપે દોલત પટેલને ઉમેદવારી આપી હતી

ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા સીટથી બીજી વાર મેદાનમાં ઉતર્યા છે અને તેઓ આ વખતે 1.51 લાખની જંગી બહુમતી સાથે વિજયી બન્યા છે. તેઓ આ વખતે પણ ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર છે

રિવાબા જાડેજા

BJP ના જામનગર ઉત્તરની વિધાનસભા બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા 50,456 વોટથી જીત્યાં છે. જેમનો મુકાબલો કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આપના કરસન કરમૂર સાથે હતો

પરષોત્તમ સોલંકી

ભાવનગર ગ્રામીણ સીટ પર ભાજપે પાંચમીવાર ધારાસભ્ય અને કોળી સમુદાયના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકી પર ભરોસો મૂક્યો છે અને તેઓ જીતી ગયા છે. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે.

હાર્દિક પટેલ

અમદાવાદના વિરમગામ વિધાનસભા સીટ પર ભાજપે ફાયરબ્રાન્ડ પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા હતા અને તેમણે પણ જીત મેળવી છે. હાર્દિક પટેલ પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંથી એક છે.

હર્ષ સંઘવી

હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે. ભાજપે તેમને આ સીટ પરથી ત્રીજીવાર ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો