ગુજરાતમાં પહેલીવાર ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની ઘટના બની છે

એટલું જ નહીં કોઈ સરકારી હોસ્પિટલમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયું હોય એવી દેશમાં પ્રથમ ઘટના બની છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં અમદાવાદ અને કેશોદ એમ બે મહિલાઓનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયું છે

આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પુનાથી 10 ડોકટર્સની ટીમ અમદાવાદ આવી હતી

ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ વરદાન રૂપ સાબિત થશે

દર 5000 હજાર મહિલાઓમાં એકાદ કિસ્સો એવો હોય છે જેમાં મહિલાને જન્મથી જ ગર્ભાશયની કોથળી હોતી નથી

ગુજરાતની આવી જ બે મહિલાઓનું ગર્ભાશયનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે

એક અમદાવાદ અને એક કેશોદની બે મહિલાઓની માતાઓમાંથી મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો