આ વાત છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જાનાવાડા ગામના દશરથ હડીયલની. તેઓ જન્મથી દિવ્યાંગ છે પણ પોતાના તમામ કામ જાતે કરે છે.

જન્મથી જ બંને હાથ ન હોવા છતાં લખવું, સ્નાન કરવું વગેરે કામ પગથી કરે છે.

સોશિયલ મીડિયા પર આવા પ્રેરણાદાયક વીડિયો મૂકી દિવ્યાંગોને પ્રોત્સાહન આપે છે અને જે આવક થાય તેમાંથી લોકોને મદદ કરે છે.

આ 25 વર્ષીય દિવ્યાંગ યુવાને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

દિવ્યાંગ દશરથભાઈ ધોરણ 10માં એક વિષયમાં નાપાસ થતા ઘરે આવી ગયા હતા અને પોતાના કામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવા લાગ્યા હતા.

દશરથ પોતાના પગેથી મોં ધોવાનું, બ્રશ કરવાનું, જમવાનું, લખવાનું, ફોન ચલાવવાનું, ઇસ્ત્રી કરવા જેવા કામ કરી શકે છે.

આ દિવ્યાંગ યુવક સોશિયલ મીડિયામાંથી થતી આવકમાંથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.

આ દિવ્યાંગ યુવક સોશિયલ મીડિયામાંથી થતી આવકમાંથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો