ફક્ત 1 રુપિયામાં મળશે સારવાર
બનાસકાંઠાના પાલનપુરમાં એક એવી હોસ્પિટલ છે જ્યાં 1 રુપિયામાં સારવાર મળે છે
અહીં તમામ પ્રકારના દર્દીઓની ફક્ત 1 જ રુપિયામાં સારવાર કરવામાં આવે છે
આ હોસ્પિટલને લોકો ચાર આનાના હોસ્પિટલ તરીકે ઓળખે છે
વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રુપિયામાં દર્દીઓને સારવાર અપાય છે
જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર એક જ રુપિયો ચુકવવો પડે છે
આજથી 48 વર્ષ પહેલા મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણીબેન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું ખોલાયુ હતું
માત્ર ચાર આના એટલે કે 25 પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોની સારવાર થતી હતી
સમય જતા પૈસાનું ચલણ બંધ થતા આજે તેનો ચાર્જ એક રુપિયા કરાયો છે
એક રુપિયામાં લોકો મેડિકલ ચેકઅપ, દવા અને ડ્રેસિંગની સુવિધા મેળવે છે
દર વર્ષે 3 લાખની ખોટ ખાઈને દર્દીઓની સેવા માટે આ દવાખાનું ચલાવવામાં આવે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો