પ્રથમ તબક્કાનું મતદાન:
1 ડિસેમ્બર
બીજા તબક્કાનું મતદાન:
5 ડિસેમ્બર
ચૂંટણી પરિણામ:
8 ડિસેમ્બર

પ્રથમ તબક્કા માટે
મતગણતરી:
8 ડિસેમ્બર
બીજા તબક્કા માટે
મતગણતરી:
8 ડિસેમ્બર

પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં મતદાન યોજાશે:
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી...

પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં મતદાન યોજાશે:
ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં વોટિંગ થશે.

બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન યોજાશે:
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા...

બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન યોજાશે:
મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં બીજા તબક્કા દરમિયાન મતદાન યોજાશે.

2017 ચૂંટણી પરિણામ:
ભાજપ:
99
કોંગ્રેસ: 77
બીટીપી: 2
એનસીપી: 1
અન્ય: 3

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના 2017ના રોજ યોજાઈ હતી.

18મી ડિસેમ્બર, 2017ના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.

2017ના વર્ષમાં 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદારોની અંતિમ યાદી જાહેર કરી, જે પ્રમાણે રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે.

રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો છે. 

 રાજ્યમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો