ગુજરાતમાં પેપરકાંડના તમામ આરોપીઓ થશે જેલભેગા : કેજરીવાલ

કેજરીવાલે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું

આ સાથે જ છેલ્લા 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તેમના માસ્ટરમાઇન્ડોને જેલમાં નાખીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે

તેમણે આ પ્રવાસ દરમિયાન ગુજરાતીઓને ઘણા વચનો આપ્યા છે

સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા

કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું

ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું

કેજરીવાલનો દાવો છે કે ગુજરાતમાંથી ભાજપ જવાની છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો