26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજીત થવાની છે

રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે

રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે

જે પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે

સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યુ છે

આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોતને લીધે પ્રદૂષણ વધે છે

જેનાથી સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન પણ વધી રહ્યુ છે

આ કારણે સમગ્ર દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો જોવા મળી રહી છે

આ વિપરિત પરિસ્થિતીનો મુકાબલો કરવાનું બીડું ગુજરાતે ઝડપ્યું છે

ગુજરાત પુનઃપ્રાપ્ય અને બિનરપરંપરાગત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યુ છે

ગુજરાતે વર્ષ-2009માં ''ક્લાઈમેટ ચૅન્જ''નો એક અલાયદો વિભાગ બનાવ્યો હતો

જેમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતઃ પવન, સૌર, જૈવિક, હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે

આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે

આ ઝાંખીમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે

ઝાંખીના પાછળના ભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર આવેલું છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો