ગુજરાતની વિસરાતી વાનગીઓ તમે ખાધી?

આજના જમાનામાં શહેરમાં વખણાતા ટેસ્ટી ફૂડનો આનંદ માણવા સૌ કોઈ અધીરા બની જાય છે.

ત્યારે અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 23 ડિસેમ્બરથી લઈ 26 ડિસેમ્બર સુઘી ચાલશે.

સવારે 11 વાગ્યાથી લઈ રાત્રે 10 વાગ્યા સુધી આ ફૂડ ફેસ્ટિવલ ચાલુ રહે છે.

આ સાત્વિક મહોત્સવ પૂર્વે વીસરાતી વાનગીઓની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. 

આ યોજાતી વાનગી ઓની હરીફાઈમાં ગુજરાત અને ગુજરાત બહારથી લોકો ભાગ લેવા માટે આવે છે. 

આ વખતે 65 થી પણ વધુ બહેનોએ હરીફાઈમાં ભાગ લઇ 150 થી પણ વધુ વાનગીઓ સાથે ઉપસ્થિત રહ્યા છે.

અપ્રચલિત વનસ્પતિઓ અને હલકા-હળવા ધાન્યોમાંથી લગભગ 150 થી પણ વધારે વાનગીઓ અહીં રજૂ કરવામાં આવી છે. 

આ વાનગી હરીફાઈનો ઉદ્દેશ ગૃહિણીઓ પાસે રહેલ સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો છે.

શતાવરીની બરફી, અસાળીયાની ખીર, ગરમાળાની શીંગનું શાક, બાજરીનો ઘસીયો, કાળા ચોખાની ખીર, શિંગોડાની ચાટ જેવી વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કાશ્મીર, નાગાલેન્ડ, સિક્કીમ, અરૂણાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાંચી, બિહાર વગેરે રાજ્યોમાંથી બહેનોએ ભાગ લીધો છે. 

ખોરાકની વિવિધતા સાથે સાંસ્કૃતિ આદાન-પ્રદાનનો આ અનોખો મંચ સાબિત થયો છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો