વડોદરામાં અદ્ભૂત ચિત્ર પ્રદર્શન

વડોદરાના જેતલપુર રોડ સ્થિત પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીનો પહેલી વાર સોલો શો યોજાયો છે.

25 ડિસેમ્બર સુધી પ્રદર્શન નિહાળી શકાશે. સોનલે કોઈપણ જાતની શિક્ષા લીધા વિના પોતાના મન અને આવડતથી ચિત્રો બનાવ્યા છે.

વડોદરા શહેરના હરણી ગામ સ્થિત શ્રી ભીડ ભંજન મારુતિ હનુમાનજી મંદિરના મહંત રાજેન્દ્ર ગોસ્વામીના ધર્મ પત્ની સોનલ ગોસ્વામીના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 

આ પ્રદર્શન જેતલપુર રોડ સ્થિત પી. એન. ગાડલીગ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીનો શો યોજાયો છે.

આ ચિત્ર પ્રદર્શન તારીખ 25 ડિસેમ્બર સુધી સવારના 11 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી લોકો નિહાળી શકશે. 

આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આર્ટ બાય હાર્ટ થીમ ઉપર વર્ષ 2016 થી વિવિધ થીમ ઉપર આર્ટવર્ક બનાવ્યા છે.

જેમાં પેન્સિલ, ઓઇલ અને એક્રેલિક કલરનો ઉપયોગ કરીને મોર્ડન આર્ટવર્ક બનાવ્યા છે. 

અત્યાર સુધી મારા બે વખત ગ્રૂપ શો થયા છે. પણ આ મારો પહેલો સોલો શો છે. આ શોમાં 20 આર્ટવર્ક એક્ઝિબિટ કર્યા છે. 

સોનલબેને જણાવ્યું હતું કે, આર્ટ બાય હાર્ટ એટલે કે મેં મારા દિલથી અને અંતરથી ચિત્રો બનાવેલા છે. મને નાનપણથી જ શોખ છે. 

પ્રદર્શનમાં મૂકવામાં આવેલા પેઇન્ટિંગ્સમાં વિવિધ થીમ અને મીડીયમ વાપરેલા છે. જેમાં મોર્ડન આર્ટ, એબ્સટ્રેક્ટ, ભગવાન અને પ્રાણીઓના ચિત્રોનો સમાવેશ થાય છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો