અમદાવાદ શહેરમાં કુલ 21 દરવાજા હતા

7 દરવાજા ભદ્ર કિલ્લાના અને બાકીના દરવાજા શહેરમાં હતા

1. શાહપુર દરવાજા
2. હાલિમ દરવાજા
3. દિલ્હી દરવાજા
4. દરિયાપુર દરવાજા
5. પ્રેમ દરવાજા
6. કાલુપુર દરવાજા
7. પાંચકુવા દરવાજા
8. સારંગપુર દરવાજા
9. રાયપુર દરવાજા
10. આસ્ટોડિયા દરવાજા

11. મૌડા દરવાજા
12. જમાલપુર દરવાજા
13. ખાન-એ-જહાં દરવાજા
14. રાયખડ દરવાજા
15. ગણેશ દરવાજા
16. ખારુ દરવાજા
17. ભદ્ર દરવાજા
18. ત્રણ દરવાજા
19. સાલાપાસ દરવાજા
20. લાલ દરવાજા
21. ખાનપુર દરવાજા

ભદ્ર, લાલ, ગણેશ, રામબારી, બરાદરી દરવાજા, માર્કેટ તરફ જતા હતા

ત્રણ દરવાજાથી જુમ્મા મસ્જિદ તરફ જવા માટે ઉપયોગમાં લેવાતા

તો વળી, રાણીની અવરજવર માટે સ્પેશિયલ સાલાપાશ દરવાજો બનાવાયો હતો

અમદાવાદથી ઉત્તર તરફ જવા શાહપુર અને દિલ્હી દરવાજા ઉપયોગમાં લેવાતા

માત્ર સૈનિકોની અવરજવર માટે દરિયાપુર દરવાજાનો ઉપયોગ થતો હતો

કાલુપુર દરવાજા ખાદ્ય-ખોરાકી તો સારંગપુર દરવાજા શહેરમાંથી બહાર જવા વપરાતા

રાયપુર દરવાજા જનતાની અવરજવર તો આસ્ટોડિયા દરવાજા વેપાર માટે ઉપયોગમાં લેવાતા

મૌડા દરવાજો ભૂત દરવાજો ગણાતો અને તે હંમેશા બંધ રાખતા હતા

જમાલપુર દરવાજા વડોદરા રાજ્ય તરફ જવા માટે વપરાતો હતો

ખાન-એ-જહાં દરવાજો ઇમર્જન્સી એક્ઝિટ માટે ઉપયોગમાં લેવાતો હતો

રાયખડ દરવાજા સાબરમતી નદી તરફ જવા માટે બનાવાયો હતો

ખાનપુર દરવાજા રાજાના બગીચા તરફ જવા માટે વપરાતો હતો

અંગ્રેજોએ બે દરવાજા બનાવ્યાંઃ પ્રેમ દરવાજા અને પાંચકુવા દરવાજા

પાંચકુવા દરવાજા રેલવે સ્ટેશન જવા માટે બનાવવામાં આવ્યો હતો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો