બબીતાજીને 'તારક મહેતા'ના સેટ પર કરાઇ ટોર્ચર? 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લઇને અનેક નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે મુનમુન દત્તાને લઇને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

શોમાં બાવરીનો રોલ કરી ચુકેલી મોનિકા ભદોરિયાએ તારક મહેતાના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમાંથી એક મુનમુન દત્તાને લઇને છે. 

એક ઇન્ટરવ્યુમાં મોનિકાએ દાવો કર્યો છે કે મુનમુન અસિત મોદી સાથે વિવાદ બાદ ઘણીવાર શો છોડી ચુકી છે. 

તેણે કહ્યું કે, મુનમુને શો છોડ્યો નથીં પરંતુ તેને ટોર્ચર કરવામાં આવી હશે. તે ઘણા સમયથી સેટ પર નથી આવી. 

જ્યારે તે ખૂબ ટોર્ચર કરે છે, લોકો કામ પર ન જવાનો નિર્ણય લે છે. પરંતુ પછી તે કૉલ કરશે અને સમાધાન કરવાનો પ્રયાસ કરશે. 

મુનમુન સાથે પણ મેકર્સના ઘણીવાર ઝગડા થયા છે. વિવાદ બાદ તેણે ઘણીવાર શો છોડ્યો છે. તે ઘણા દિવસો સુધી સેટ પર આવતી ન હતી.

મોનિકાએ જણાવ્યું કે, મેકર્સ ફીમેલ એક્ટર્સ સાથે ગાળાગાળી કરે છે. મહિલાઓની વેલ્યૂ નથી કરતાં. મેલ એક્ટર્સને વધુ મહત્વ આપે છે. 

એક્ટ્રેસે કહ્યું કે, મેલ એક્ટર્સને વધુ ફીસ આપવામાં આવે છે જ્યારે ફીમેલ એક્ટર્સને ઓછી ફીસ મળે છે. 

મોનિકાએ સ્પષ્ટપણે કહ્યું કે દિશા વાકાણી શોમાં ક્યારેય પાછી નહીં આવે. કારણ કે અસિત મોદીએ તેની સાથે પણ ખરાબ વર્તન કર્યુ છે. 

મોનિકાના દાવામાં કેટલી હકીકત છે તેની પુષ્ટિ નથી થઇ. પરંતુ તેના દાવાઓએ તારક મહેતાના ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો