આ તારીખે ઓટીટી પર ધૂમ મચાવશે કાંતારા

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી ફિલ્મ 'કાંતારા' હવે ઓટીટી પર જલ્દી જ લોકોનું મનોરંજન કરતી જોવા મળશે

જણાવી દઇએ કે દોઢ મહિના બાદ પણ આ ફિલ્મ થિયેટર્સમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે

દક્ષિણ ભારતની સાથે હિંદી બેલ્ટમાં પણ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે

આ ફિલ્મને પહેલા 4 નવેમ્બરે ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી હતી

પરંતુ દર્શકો તરફથી મળી રહેલા ભરપૂર પ્રેમ બાદ આ ફિલ્મની ડિજિટલ રિલીઝ ટાળી દેવામાં આવી હતી

જો કે હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મની મજા માણી શકશે

જણાવી દઇએ કે ફિલ્મના મેકર્સે હજુ સુધી તેની ઓટીટી રિલીઝની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો