ડીપનેક ડ્રેસમાં શ્વેતા તિવારીનો ગોર્જિયસ લુક

શ્વેતા તિવારીએ હાલમાં જ બ્રાઉન કલરના જમ્પસૂટમાં તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. શ્વેતા સીરિયસ પોઝ આપતી વખતે કિલર લુકમાં જોવા મળી રહી છે. 

તેના શાઇની હેર અને સ્કિન તેને ખૂબ જ ઇમ્પ્રેસિવ બનાવે છે. એક્ટ્રેસનો આ હોટ અંદાજ દરેકને તેને જોતા રહેવા માટે મજબૂર કરી રહ્યો છે. 

એક્ટ્રેસના આ અવતારને જોઈને હજારો ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું, ખરેખર મુશ્કેલ છે કે અમે 20 વર્ષના થઈ રહ્યા છીએ અને તમે 20 વર્ષ નાના થઈ રહ્યા છો. આ હાર્ડ વર્કનું રિઝલ્ટ છે. 

લોકો શ્વેતાના શાનદાર લુક પરથી ફેન્સ નજર હટાવી શકતા નથી અને તેના ચહેરાનો નિખાર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. 

સાડી હોય કે સૂટ, કેઝ્યુઅલ હોય કે સ્પોર્ટી લુક, શ્વેતા તિવારી દરેક અંદાજમાં તેના ફેન્સને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહે છે.

શ્વેતાને બે લગ્નથી બે બાળકો છે અને તે બંને પતિથી અલગ રહે છે. જીવનમાં તમામ ઉતાર-ચઢાવ આવવા છતાં, 42 વર્ષની શ્વેતાએ હંમેશા પોતાનું જીવન વધુ સારી રીતે જીવ્યું છે. 

પોતાના બિઝી શેડ્યૂલની સાથે સાથે એક્ટ્રેસ તેના બાળકો માટે ક્વોલિટી ટાઈમ રાખે છે અને સમયાંતરે તેમને બહાર ફરવા પણ લઈ જાય છે. 

શ્વેતા તિવારીએ સ્ક્રીન પર ધમાકેદાર કમબેક કર્યું છે. આ દિવસોમાં તે ટીવી શો 'અપરાજિતા'માં લીડ રોલમાં જોવા મળી રહી છે. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો