જયપુરની રાજકુમારી દીયા કુમારીના 21 વર્ષ પછી થયા છૂટાછેડા

દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ ભારતીય સેનાના અધિકારી અને હોટેલિયર ભવાની સિંહને ત્યાં થયો હતો

જયપુરના પૂર્વ મહારાજા સવાઈ માનસિંહના પુત્ર સવાઈ ભવાની સિંહના લગ્ન પદ્મિની દેવી સાથે થયા હતા

દિયા કુમારી ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર સંતાન છે

તેમણે લંડનમાં ડેકોરેટિવ આર્ટ્સનો કોર્સ કર્યો હતો. તેઓ પોતાની સુંદરતા અને સમજ શક્તિ માટે પણ જાણીતા છે

રાજવીઓમાં રાજકુમારીઓ સામાન્ય રીતે રાજકુમારો સાથે લગ્ન કરતી હોય છે

પરંતુ જયપુર શાહી પરિવારના રાજકુમારી દિયાએ આ પરંપરા તોડીને સામાન્ય પરિવારના યુવક સાથે લગ્ન કર્યા હતા

પિતાના ડ્રાઇવરના પુત્ર નરેન્દ્રસિંહના પ્રેમમાં પડ્યા હતા. ઘણા દિવસો સુધી બંને વચ્ચે પ્રેમ ચાલુ રહ્યો

બાદમાં દીયા કુમારે નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો

દીયા કુમારી અને નરેન્દ્રસિંહના લગ્ન માટે રાજવી પરિવાર સંમત ન થયો, ત્યારે બંનેએ ગુપચુપ રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો